શિહોર તાલુકાના વડિયા ગામ પાસે આવેલ પ્રભાત ફૂડસમાં શ્રમ આયુક્તની ટીમે દરોડો પાડી બાળ મજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી સિહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ભાવનગરમાં આવેલ શ્રમ આયુક્ત કચેરીની ટીમે સિહોરની જીઆઇડીસી નં.૦૪, વડીયા ગામ પાસે આવેલ સર્વે નં.૫૧ પૈકી પ્લોટ નં. ૦૧ માં આવેલ પ્રભાત ફૂડસમાં દરોડો પાડી એકમમાં બાળમજૂરી કરતી ત્રણ બાળાઓને મુક્ત કરાવી હતી. આ અંગે શ્રમ અધિકારી દેવાભાઈ શામળાભાઈ બલિયાએ પ્રભાત ફૂડ્સના માલિક સંજીવકુમાર ભૂષણલાલ જૈન ( રહે. કાળીયાબીડ,ભાવનગર ) વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં બાળ મજુર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ ૩ અને ૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.