ભાવનગરના કુંભારવાડા, અક્ષરપાર્કમાં જુગાર રમતા પાંચ ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા.
બોરતળાવ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અક્ષરપાર્ક, બજરંગદાસ બાપાની મઢુલી પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા મેહુલ ઘુઘાભાઈ ચાવડા, સંજય રમણભાઈ ધારૈયા, અલ્પેશ ભરતભાઈ જાંબુચા, રમેશ બાબુભાઈ ચૌહાણ અને અજય રેવાભાઇ ચાવડાને રોકડા રૂ.૧૦,૭૭૦ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.