ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેમને આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કૉંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. રામ મંદિરનો વિરોધ કરે તે પાર્ટીમાં તો હું ના જ હોઉં. આ તરફ સી.આર પાટીલે કહ્યું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ એટલે તેઓ પરત ફર્યાં છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે રામમંદિર મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી. પાટીલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસીઓ રામમંદિર પર કૉમેન્ટ કરી ભાજપને કહેતા…ભાજપવાળા ‘રામમંદિર બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે’. પણ અમે રામમંદિરની તારીખ પણ બતાવી અને દર્શન પણ કરાવી દીધા. આ સિવાય પાટીલે કહ્યું કે, વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીમાં હું પ્રમુખ નહીં હોવ, ત્યારે ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો.