પાકિસ્તાન સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે તૈયાર છે. મંગળવારે રાત્રે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો હતો. 100 વિદેશી નિરીક્ષકો પાકિસ્તાની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી શકે છે. ઈમરાન ખાન જેલમાં હોવાથી અને ચૂંટણી ચિન્હનો વિવાદ જે થયો છે તેનાથી શરીફને પૂરે-પૂરો ફાયદો થઈ રહ્યો છે. પીપીપીના બિલાવલ ભુટ્ટોનો પંજાબમાં બહુ પ્રભાવ નથી. જો શરીફ જીતશે તો તેઓ ચોથી વખત પીએમ બનશે.
પાકિસ્તાનમાં કુલ 90,675 મતદાન મથકો હશે. આ મતદાન સ્ટેશનો પર 2,76,402 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. પાકિસ્તાનના ચૂંટણી પંચએ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અશાંત બલૂચિસ્તાનમાં વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. નેશનલ એસેમ્બલીની બેઠકો માટેના 5121 ઉમેદવારોમાંથી મત આપવા માટે પાત્ર છે. જેમાં 4,807 પુરૂષો, 312 મહિલાઓ અને બે ટ્રાન્સ-જેન્ડર ઉમેદવારોનો સમાવેશ થાય છે. ચાર પ્રાંતીય એસેમ્બલી માટે 12,695 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 12,123 પુરૂષો, 570 મહિલાઓ અને બે ટ્રાન્સ-જેન્ડરનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદન સુલતાન રઝાએ જણાવ્યું હતું કે 100 થી વધુ વિદેશી નિરીક્ષકો અને વિદેશી પત્રકારો ચૂંટણી કવર કરવા માટે દેશમાં આવ્યા છે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે 6.50 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાન પંજગુરના વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) અબ્દુલ્લા ઝહારીએ કહ્યું કે, આતંકવાદીઓ ચૂંટણી ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે જેથી લોકો મતદાન મથકો સુધી ન પહોંચે. જેને લઈને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.