રાજકોટ-ચોટીલા હાઈવે ફરી એક વખત રક્તરંજીત થયો છે. હાઈવે પર ટ્ર્ક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર અર્થે લઈ જઈ રહેલ 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સુમારે ચોટીલા તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લાવવામાં આવતો હતો. જે દરમ્યાન અચાનક જ આગળ જઈ રહેલ ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જવા પામી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓ વિજય બાવળિયા, પાયલ મકવાણા, ગીતા મિયાત્રાનાં મોત નિપજ્યા હતા. જ્યારે દર્દીનો બચાવ થવા પામ્યો હતો.