Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આતંકી હુમલાઃ 12 આતંકવાદી ઠાર અને છ પોલીસના જવાનનાં મોત

બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ આતંકવાદી હુમલા

dharmendravaghela by dharmendravaghela
2024-04-08 11:45:29
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં ફરી એક વખત સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અલગ અલગ બનાવમાં મોટી જાનહાનિ થઈ હતી. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ આતંકવાદી હુમલા અને સુરક્ષા કાર્યવાહીમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત છ સુરક્ષાકર્મીઓના મોત અને ૧૨ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર)એ જણાવ્યું હતું કે બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. ખૈબર પખ્તુનખ્વામાં ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કુલાચી તહસીલન કોટ સુલતાન વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવતમાં શુક્રવારે રાત્રે બે અલગ-અલગ ઘટનાઓમાં હથિયારધારી બદમાશો દ્વારા એક ડીએસપી અને બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. તે જ રાત્રે બીજા હુમલામાં કોન્સ્ટેબલ સનમત ખાનનું મોત થયું હતું. સારા દરગા વિસ્તારમાં તેમના ઘર પાસે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ધ ડોનના અહેવાલ અનુસાર બાજૌર જિલ્લાના મામુંદ તાલુકામાં શનિવારે રિમોટ-કંટ્રોલ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ગઈકાલે રાત્રે ટાંક જિલ્લામાં મિયાં લાલ પોલીસ ચોકી નજીક અજાણ્યા લોકોએ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલની હત્યા કરી હતી. વડાપ્રધાન શહેબાઝ શરીફે લક્કી મારવતમાં પોલીસકર્મીઓ પર હુમલાની આકરી નિંદા કરી હતી.
પાકિસ્તાની સુરક્ષા દળો પરના આતંકવાદી હુમલાઓમાં થયેલા વધારામાં મોટાભાગના હુમલા પાકિસ્તાની તાલિબાન દ્વારા કરવામાં આવ્યા છે. જેણે ઇસ્લામાબાદ અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કર્યો છે.

Advertisement
Tags: pakistanterrorist attack
Previous Post

130 લોકોની બોટ પલટી, નાના બાળકો સહિત 91નાં મોત, અનેક ગુમ

Next Post

એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી

એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી

શેરબજારમાં તેજી : સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો

શેરબજારમાં તેજી : સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.