વડોદરામાં એક વિધર્મી યુવકને કિશોરીની છેડતી કરવાનું ભારે પડ્યું હતું. છેડતી કરનારા આ યુવકને કોર્ટે 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ બનાવ 2020ના વર્ષમાં બન્યો હતો. જેમાં એક વિધર્મી યુવકે કિશોરીની છેડતી કરી હતી. જેમાં આરોપીએ આ કિશોરીને મોબાઈલ તથા ચિઠ્ઠી આવી લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને આધારે કિશોરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે કોર્ટમાં વિધર્મી યુવક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી અલ્તાફ પઠાણને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.