ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે જશે. ત્યાર બાદ ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરવાના છે.