રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આજે પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. વિવાદિત ટિપ્પણી બાદ બે વખત માફી માંગ્યા બાદ જાહેર મંચ ઉપરથી આજે ફરી એક વખત પુરુષોત્તમ રૂપાલાએ વિનંતી સાથે જણાવ્યું હતું કે, મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ.
મોદી સાહેબની વિકાસયાત્રામાં અનેક ક્ષત્રિય જોડાયેલા છે. ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કર્યો. રાજકારણ કે હારજીત માટે નહીં પરંતુ સમાજ જીવનનો આ પ્રશ્ન છે માટે આ પ્રશ્ન રાજકારણથી દૂર રાખી ક્ષત્રિય સમાજ કોશિશ કરશે તેવી વિનંતી છે.