ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. અહીં વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. ત્યારબાદ બન્ને વખતની પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.