કુવૈતમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો નિવાસ કરી રહ્યા હતા. મૃતકોમાં ત્રણ ઉત્તર પ્રદેશના, 24 કેરળના, સાત તમિલનાડુના અને ત્રણ આંધ્રપ્રદેશના હતા. વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના થયું છે. પહેલા આ પ્લેન કેરળના કોચીમાં લેન્ડ થશે, કારણ કે મોટાભાગના મૃતકો ત્યાંના છે. આ પછી પ્લેન દિલ્હી આવશે. અહીંથી મૃતદેહોને સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે.
ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી છે. દૂતાવાસે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ જ વિમાન દ્વારા પરત ફરી રહ્યા છે. આ સંદર્ભે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 48 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં સાત માળની ઈમારતમાં થયેલા અકસ્માતમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કેરળ સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે. ત્યાં તે ઘાયલોને મળ્યા હતા. મૃતદેહોની ઓળખ સ્થાપિત કર્યા પછી, કુવૈત પ્રશાસને વચન આપ્યું હતું કે તે ઝડપથી અકસ્માતની તપાસ કરશે બિલ્ડિંગમાં 196 કામદારોને રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એક દિવસ પહેલા આ સંખ્યા 160 હોવાનું કહેવાય છે.