કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન શનિવાર (29 જૂન)થી શરૂ થઈ ગઈ છે. બાલતાલ અને પહેલગામ કેમ્પમાંથી શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી વહેલી સવારે અમરનાથ ગુફા માટે રવાના થઈ ગઈ છે. કુલ 4,603 શ્રદ્ધાળુઓ આજે શિવલિંગના દર્શન માટે ચઢાણ કરશે.
અનંતનાગમાં પરંપરાગત નુનવાન-પહેલગામ રૂટ અને ગાંદરબલમાં બાલતાલ રૂટ દ્વારા 29 જૂને શરૂ થયેલી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષે અમરનાથ આ યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 26મી જૂનથી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.
શુક્રવારે, 4,603 શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 231 વાહનોમાં CRPFની થ્રી લેયર સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. 4603 શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચી હતી. આ જૂથ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી 231 વાહનોમાં CRPFની ત્રણ સ્તરીય સુરક્ષા વચ્ચે રવાના થયું હતું. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ બેચને ફ્લેગ ઓફ કરી હતી.
યાત્રાળુઓ આજે સવારે ગાંદરબલના બાલટાલ બેઝ કેમ્પ અને પહેલગામના નુનાવાન બેઝ કેમ્પથી અમરનાથ ગુફાની યાત્રા શરૂ કરશે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસની 13 ટીમો, એસડીઆરએફની 11, એનડીઆરએફની આઠ, બીએસએફની ચાર અને સીઆરપીએફની બે ટીમો બંને માર્ગો પર ઉચ્ચ સુરક્ષા સ્થળો પર તૈનાત છે. આ ઉપરાંત અર્ધલશ્કરી દળોની 635 કંપનીઓ તૈનાત છે.





