યુએસ પ્રમુખપદની પ્રથમ ડીબેટમાં યુએસ પ્રમુખ અને ડેમોક્રેટ્સ પાર્ટીના જો બાયડનના ધબડકા પછી ડેમોક્રેટ્સ પાર્ટી આશ્ચર્યચકિત છે, અમેરિકામાં હવે પ્રશ્ન પુછાય રહ્યો છે કે પ્રમુખ પદની ચૂંટણીમાં જો બાયડન નહીં, તો કોણ ?’ પાંચ સંભવિત નવા ઉમેદવારોના ચર્ચાતા નામોમાં ભારતીય મૂળના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસનું નામ મોખરે છે..
આતંકિત થયેલા ડેમોક્રેટ્સે સંદેશાઓની આપ-લે કરી કે શું બાયડન પદ છોડવાનું વિચારશે કે કેમ ? જોકે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું કે બાયડન માત્ર શરદીથી પીડાય છે. કમલા હેરીસ અને મિશેલ બરાક ઓબામા સિવાય ચર્ચાતા નામોમાં પરિવહન સચિવ પીટ બુટ્ટી, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ, મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમર અને સેનેટર એલિઝાબેથ વોરેન ચર્ચામાં છે.
સીએનએન નો મતદાન સર્વે દર્શાવે છે કે ૬૭% મતદારોએ ટ્રમ્પની તરફેણ કરી હતી જ્યારે બાયડન- ટ્રમ્પ ડિબેટ પછી માત્ર ૩૩% બિડેનને મળ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા અને સુસંગતતાના અભાવ માટે બિડેનની ટીકા પણ કરી. મતદારોએ સીએનએનને કહ્યું કે તેમના “દેશનું નેતૃત્વ કરવાની બિડેનની ક્ષમતામાં કોઈ વાસ્તવિક વિશ્વાસ નથી”