કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ યોજના પર હિંસા ભડકાવવા માટે વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પણ ફેલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ અગ્નિપથ યોજના અને અગ્નિવીરો પર ખોટા સમાચાર ફેલાવવા માટે 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો છે.અફવા ફેલાવવા અને વિરોધ પ્રદર્શન આયોજિત કરવાના આરોપમાં ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ વોટ્સએપ ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો છે. બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન માટે ભીડ એકઠી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસકરીને વોટ્સએપનો ઉપયોગ કરવાના સમાચારો વચ્ચે આ કાર્યવાહી થઇ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાઓ પણ સામે આવી છે.તેલંગાણા પોલીસે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસરાવપેટ શહેરમાં એક કોચિંગ સંસ્થાના માલિકને કથિત રીતે અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કોચિંગ સંસ્થાના માલિક અવુલા સુબ્બા રાવ પર હકીમપેટ આર્મી નામ સોલ્જર્સ નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનો આરોપ છે, જેમાં સેનાના હજારો ઉમેદવારો સામેલ છે, આ ગ્રુપ પર તેના કથિત રીતે તમા સભ્યોને મેસેજ મોકલી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.