ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રવિવારે તેમણે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. આ દરમિયાન તેમણે રાજેન્દ્ર નગરમાં આયોજીત કાર્યક્રમમાં જોડાઈ નહીં શકે, તેના માટે લોકો પાસે માફી માગી હતી. હકીકતમાં જોઈએ તો, દિલ્હી રાજેન્દ્ર નગર વિધાનસભા મત વિસ્તારામં પેટાચૂંટણી થવાની છે. રવિવારે સ્મૃતિ ઈરાનીનો આ વિસ્તારમાં ચૂંટણી કાર્યક્રમ હતો.
દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભા સીટ પર 23 જૂનના રોજ પેટાચૂંટણી થવાની છે. જેની મતગણતરી 26 જૂને થશે. આ વિધાનસભા સીટ ત્યારે ખાલી થઈ હતી, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આ સીટ છોડીને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. સ્મૃતિ ઈરાની આ સીટથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં રવિવારે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા જવાના હતા.