અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં સંગીત કાર્યક્રમ દરમિયાન ફાયરિંગ થયું છે. જેમાં એક પોલીસ અધિકારી સહિત કેટલાય લોકોને ગોળી વાગી છે. આ વિસ્તાર વ્હાઈટ હાઉસથી લગભગ 2 માઈલ કરતા પણ ઓછા અંતરે આવેલો છે. ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, શૂટૂંગ 14 વે અને યૂ સ્ટ્રીટ પર સંગીત સમારંભની સાઈટ પર અથવા તેની બાજૂમાં થયો હતો. એમપીડી અધિકારીના પગમાં ગોળી વાગી છે. પોલીસ લોકોને આ વિસ્તારમાંથી જીવ બચાવી સુરક્ષિત જગ્યાએ જવા કહી રહી છે.