પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહએ તેના પુત્રનું નામ ઘણું યુનિક રાખ્યું છે. તેનો ખુલાસો તેણે 19 જૂનના ફાધર્સ ડેના દિવસે કર્યો હતો. 2011 વર્લ્ડ કપના વિનર યુવરાજ અને તેની પત્ની હેજલ કીચે તેમના પુત્રનું નામ ‘ઓરિયન કીચ સિંહ’ રાખ્યું છે. યુવીએ પુત્રની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ભારતીય ક્રિકેટ જગતમાં યુવી એકલો દિગ્ગજ નથી, જેણે તેના પુત્રનું નામ અલગ રાખ્યું છે. તેનાથી પહેલા પણ ઘણા દિગ્ગજ છે, જેમણે તેમના બાળકોના નામ ઘણા યુનિક રાખ્યા છે. વિરાટ કોહલીની જ વાત કરીએ તો, તેણમે તેની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. ટીમ ઇન્ડિયાને બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક પુત્રીના પિતા છે. તેમણે તમની પુત્રીનું નામ અલગ રાખ્યું છે. ધોનીએ તેમની પુત્રીનું નામ જીવા રાખ્યું છે. ત્યારે હાલના કેપ્ટન રોહિત શ્માએ તેમની પુત્રીનું નામ સમાયરા રાખ્યું છે.પૂર્વ લેજન્ડ સચિન તેંડુલકર એક પુત્ર અને એક પુત્રીના પિતા છે. સચિનના પુત્રનું નામ અર્જૂન છે, જે હાલ 22 વર્ષનો છે. જ્યારે પુત્રી 24 વર્ષની છે, જેનું નામ સારા તેંડુલકર છે. પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ અધ્યક્ષ સૈરવ ગાંગુલીની પુત્રી 20 વર્ષની થઈ ચુકી છે. ગાંગુલીએ તેમની પુત્રીનું નામ સના રાખ્યું. જ્યારે વિરેન્દ્ર સહેવાગને બે પુત્ર છે. તે બંનેનું નામ અલગ રાખ્યા, સહેવાગના પુત્રના નામ આર્યવીર અને વેદાંત છે.