આજે 21 જૂનના રોજ સમગ્ર દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં અલગ-અલગ 27 જેટલાં સ્થળોએ યોગા કરવામાં આવશે. આજે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, વડીલો, મહિલાઓ સહિત અંદાજે 1.5 કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા છે. ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા.
કચ્છના સફેદ રણ ધોરડો ખાતે પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં છે તો વડોદરામાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં છે. ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં તો મહેસાણામાં જિલ્લાના યોગ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં જ્યારે ગાંધીનગર ખાતે યોગ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યાં.