શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાય હતી . આમ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે . ત્યારે ભાવનગરની ખૂબ જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર દિવસથી શાળાનાં શિક્ષકો બાળકોને યોગનાં વિવિધ આસનોની તાલીમ આપતાં હતાં. સામાન્ય રીતે કોઈપણ નવી બાબત શીખવા માટે આંખ મહત્વની ઇન્દ્રિય પુરવાર થાય છે, પરંતુ જેમણે પોતાની આંખો દૃષ્ટિ ગુમાવી હોય તેવા વ્યક્તિઓ અન્ય ઇન્દ્રિયોની મદદથી સામાન્ય વ્યક્તિઓની જેમ જ યોગ કરતા નિહાળવા એ લહાવો હોય છે. આ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો પ્રથમ વિશ્વ યોગ દિવસ થી આ પ્રકારનાં કાર્યક્રમો કરતાં આવ્યાં છે. આ પ્રસંગે શાળા ના ટ્રસ્ટીગણએ આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને ખાસ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . આમ ભાવનગર ની અંધ ઉદ્યોગ શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી .