કેન્દ્રની મોદી સરકાર EPS પેન્શનરો માટે નવી સિસ્ટમ લાવવા જઈ રહી છે. લોકોની લાંબી રાહનો અંત આવ્યો છે. હવે પેન્શનધારકો કોઈપણ બેંક અને દેશના કોઈપણ ખૂણેથી પૈસા ઉપાડી શકશે.
દેશના EPS પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પેન્શનરોને પેન્શન માટે અહીં-તહીં ભટકવું નહીં પડે. હવે તેઓ દેશની કોઈપણ બેંકમાં જઈને પેન્શનના પૈસા લઈ શકશે. મોદી સરકારે બુધવારે આ અંગે નિર્ણય લીધો છે. આ યોજના આવતા વર્ષે 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશના 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થશે.