Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકોના બેંક એકાઉન્ટ વેચી અવનિત ઠુમ્મર કરોડપતિ બન્યો

સુરતથી વાયા રાજસ્થાન થઈને દુબઈ સુધી ફેલાવી સાયબર ફ્રોડની માયાજાળ

dharmendravaghela by dharmendravaghela
2024-09-05 12:05:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાંથી બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાનું વધુ એક રેકેટ ઝડપાયું છે. કાપોદ્રા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયોમાંથી બે યુવાનને કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં જે ખુલાસો થયો તે જાણી સૌકોઈ ચોંકી ગયા હતા. મુખ્ય આરોપી સૌરાષ્ટ્રવાસીઓને ટાર્ગેટ કરતો અને તેમના આધાર અને પાનકાર્ડ આધારે બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો. જે દુબઈ પહોંચી આ બેંક એકાઉન્ટનો સાયબરને લાગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો. મુખ્ય આરોપી અવનિત ઠુમ્મર એક વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો છે. જોકે, પોલીસના હાથે ઝડપાઈ હતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગત સાંજે કાપોદ્રા ચાર રસ્તા પાસે મંગલદીપ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપરથી નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયો કારમાંથી કુર્તી અને સાડીનો ઓનલાઈન વેપાર કરતા 21 વર્ષીય અવનિત ભુપતભાઇ ઠુમ્મર અને 21 વર્ષીય સોફટવેર ડીઝાઇનર આયુષ વિપુલભાઇ વસોયાને ઝડપી પાડયા હતા.
પોલીસે અવનિત અને આયુષની પાસેથી 8 બેંક એકાઉન્ટ કિટ, અલગ અલગ કંપનીના 7 સીમકાર્ડ, 21 ચેકબુક અને પાસબુક, 12 પાનકાર્ડ અને આધારકાર્ડ, 10 બનાવટી ફર્મ/પેઢી કરાર, તેના 12 રબર સ્ટેમ્પ, કેશ કાઉન્ટર મશીન અને સ્કોર્પિયો વિગેરે મળી કુલ રૂ. 17.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બધી સામગ્રીને લઈને સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય. કેમ કે સિલ પેક બેંક એકાઉન્ટ કિટ હતી. જેમાં પાસબુક ચેકબુક સહિતની તમામ બેંક એકાઉન્ટની માહિતી હતી. જેથી પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ તેમના સર્કલના મિત્રો અને પરિચિતોને કમિશનની લાલચ આપી બેંક ખાતા ખોલાવી તેની ઈન્સ્ટન્ટ કિટ અને સીમકાર્ડ મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીને રાજસ્થાનના જયપુરના એક વ્યક્તિને આપતા અને તે આગળ દુબઈ મોકલતો હતો. બંનેએ અત્યાર સુધીમાં 45થી વધુ જીએસટી સાથે સંકળાયેલા અને કરંટ એકાઉન્ટ ખોલીને જયપુરના વ્યક્તિને આપ્યા હતા, પણ તેની લિમિટ ઓછી હોય હવે તેઓ 5 કરોડની લિમિટના કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવવાના હતા અને તે માટે જુદાજુદા નામે બોગસ ભાગીદારી પેઢી બનાવી તેના પાનકાર્ડ મેળવી તેની સાથે આવેલા એસ્ટીમ લેટરની મદદથી કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવવા તજવીજ કરતા હતા તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.

Tags: 2 arrestcyber fraudkapodra policesurat
Previous Post

નશો કરતા વિદ્યાર્થીઓથી રક્ષણ માટે યુનિવર્સિટીએ પોલીસની મદદ માગી

Next Post

પેન્શનધારકો કોઈપણ બેંક અને દેશના કોઈપણ ખૂણેથી પૈસા ઉપાડી શકશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પેન્શનધારકો કોઈપણ બેંક અને દેશના કોઈપણ ખૂણેથી પૈસા ઉપાડી શકશે

પેન્શનધારકો કોઈપણ બેંક અને દેશના કોઈપણ ખૂણેથી પૈસા ઉપાડી શકશે

અદાણીને લાભ કરાવવા જાહેર ક્ષેત્રની બેંકોએ 46,000 કરોડ જતા કર્યાં!

અદાણીને લાભ કરાવવા જાહેર ક્ષેત્રની બેંકોએ 46,000 કરોડ જતા કર્યાં!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.