Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન હડપ ચીન પર રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ

વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું મીડિયા તેના વિશે લખવાનું પસંદ નથી કરતું.

dharmendravaghela by dharmendravaghela
2024-09-11 11:32:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં વિદેશ પ્રવાસે છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ચીન પર લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતા નથી.
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્હીની સમકક્ષ જમીન પર કબજો જમાવ્યો છે અને મને લાગે છે કે તે એક આપત્તિ છે. મીડિયા તેના વિશે લખવાનું પસંદ નથી કરતું.
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર તેમણે કહ્યું, “પાકિસ્તાન દ્વારા આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાથી બંને દેશો પાછળ ધકેલાઈ રહ્યા છે. પાકિસ્તાન આપણા પર પાછળથી હુમલો કરી રહ્યું છે અને અમે સ્વીકારીશું નહીં કે પાકિસ્તાન આપણા દેશ પર આ રીતે હુમલો કરી રહ્યું છે.” જ્યાં સુધી પાકિસ્તાન આમ કરતું રહેશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે.
બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બાંગ્લાદેશના લોકો સાથે અમારો લાંબા સમયથી સંબંધ છે. મારી દાદી બાંગ્લાદેશના નિર્માણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. મને લાગે છે કે બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વોને લઈને ભારતમાં ચિંતાઓ છે. જો કે, મને વિશ્વાસ છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર થશે અને અમે વર્તમાન સરકાર અથવા તેના પછી આવનારી કોઈપણ સરકાર સાથે સંબંધ બાંધવામાં સક્ષમ થઈશું.”
તેમણે કહ્યું હતું કે “અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેઓએ અમારી સાથે વાત પણ કરી હતી. અમે કોઈપણ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ અને તેને બંધ કરવા ઈચ્છીએ છીએ. તેને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની જવાબદારી બાંગ્લાદેશી સરકારની છે. અમારી સરકારની જવાબદારી દબાણ બનાવવાની છે જેથી હિંસા અટકે.

Tags: national press clubRahul GandhiUSAwarshington
Previous Post

મોસ્કો સહિત 10 શહેરો પર યુક્રેનનો 140થી વધુ ડ્રોન વડે એકસાથે હુમલો

Next Post

મુસ્લિમ બાળકોએ દુકાનોમાં ઘૂસી ગણેશજીની 10 પ્રતિમા તોડી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મુસ્લિમ બાળકોએ દુકાનોમાં ઘૂસી ગણેશજીની 10 પ્રતિમા તોડી

મુસ્લિમ બાળકોએ દુકાનોમાં ઘૂસી ગણેશજીની 10 પ્રતિમા તોડી

6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

એરફોર્સના વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.