સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટ અને રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ગઇકાલે દિલ્હીમાં PM મોદી-અમિત શાહ વચ્ચે અઢી કલાક સુધી બેઠક ચાલી.
એકતરફ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભું થયું છે. એવામાં ગઇકાલે PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે તે બંને મુદ્દે ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં ગઇકાલે આખો દિવસ ઉહાપોહની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં એકનાથ શિંદેના શક્તિ પ્રદર્શનથી માંડીને શરદ પવાર અને નીતિન દેશમુખના નિવેદનને લઇને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઇ છે. એવામાં PM મોદી-અમિત શાહની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કહેવાય છે કે અઢી કલાક સુધી આ બેઠક ચાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. જેમાં 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. આ સાથે NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે PM મોદી-અમિત શાહની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા થાય તે સ્વભાવિક છે.
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.