સુપ્રીમ કોર્ટે 2002માં થયેલા ગુજરાત રમખાણ કેસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા વાળી SITના રિપોર્ટની વિરૂદ્ઘ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી. આ અરજી ઝાકિયા જાફરી વતી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એસઆઈટીના તપાસ રિપોર્ટને સાચો માન્યો છે. મહત્વનું છે કે, ઝાકિયા જાફરી પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની છે.
જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજી પર મેરેથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ સાત મહિના પહેલા 9 ડિસેમ્બર 2021 ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.