ભાવનગર શહેરમાં ગઈકાલે તેર કેસ નોંધાયા બાદ આજે વધુ નવ કેસ નોંધાયા છે.આ નવા નવ કોરોના સંક્રમિત કેસમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની બે વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 63 થઈ છે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે અન્યથા બહુ ઝડપથી એક્ટિવ કેસની સંખ્યા ફરી સદીને વટાવી જતા વાર નહી લાગે.