તળાજા ખાતે ત્રણેક વર્ષ પૂર્વે પાણીની લાઈન ખોલવા જેવી સામાન્ય બાબતે કાકા ભત્રીજાને થયેલ ઝઘડામાં કાકાએ તલવારના ઘા ઝીકી ભત્રીજાની કરેલી હત્યાનો કેસ આજે તળાજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ જે..એમ. બ્રહ્મભટ્ટૈ કાકાને આજીવન કેદની સજા ફટકારી હતી.
તળાજા ખાતે ત્રણેક વર્ષ પૂર્વે તારીખ 22-7-2019ના રોજ બાલાભાઈ અરજણભાઈ મકવાણાએ પાણીની લાઈન ખોલવા જેવી સામાન્ય બાબતે તેના ભત્રીજા ઓધાભાઈ પાંચાભાઇ મકવાણાની તલવારના ઘા ઝીકી હત્યા કરેલ આ અંગેની ફરિયાદ મૃતકના પત્ની ગીતાબેને નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો સાથે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ આ અંગેનો કેસ તળાજા એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આજે જજ જે.એમ.બ્રહ્મભટ્ટે સરકારી વકીલ કમલેશભાઈની દલીલો અને લેખિત તથા મૌખિક પુરાવા ગ્રાહ્ય રાખી આરોપી કાકાને આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો