નરેન્દ્ર ચુડાસમા:
૨૬મી જુન આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ ઉજવણીના ભાગરૂપે નશામુકત ભારત અભિયાન હેઠળ નશીલા પદાર્થના સેવનથી બદબાદ થતા યુવાધનને બચાવવા ભાવનગર શહેરમાં એસઓજી પોલીસ દ્વારા અલગ- અલગ “ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ” નું આયોજન કરવામા આવેલ જેના ભાગરૂપે શહેરનુ અલગ અલગ સ્કુલો/કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થી માટે ખાસ “ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો ” યોજવામાં આવેલ હતા.આ ઉપરાંત શહેરમાં અલગ અલગ જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, હેવમોર ચોક, ગંગાજળીયા તળાવ વિગેરે સ્થળોએ જાહેર જનતાને નશીલા પદાર્થોનું સેવનથી દુર રહેવા બોર્ડ તથા પ્લેકાર્ડ દર્શાવી અપીલ કરવામાં આવેલ છે. તેમજ નશો નહીં કરવા અંગે શપથ લેવડાવવા આવેલ.