જતીન સંઘવી: ભાવનગર મહાપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ત્રણ અધિકારીની બદલીનો ઓર્ડર નીકળ્યો છે.જેમાં ઇડીપી મેનેજર વી.પી.પરમારે હવે ટ્રાન્સપોર્ટ (બસ ગેરેજ વિભાગ)માં કામગીરી કરવાની રહેશે, તેમની જગ્યાએ બીજો હુકમ થતા સુધી પ્રોગ્રામર અલ્પાબેન એલ. જોષીને કામગીરી સોંપાઈ છે. જયારે બસ ગેરેજના વધારાના હવાલામાંથી ના.કા.ઇ યશકુમાર મકવાણાને મુક્ત કરવામાં આવ્યા હતા. વધુમાં બદલી કરાયેલ વિભાગમાં તાત્કાલિક ફરજ સંભાળી લેવા હુકમ થયો છે આજે ઇડીપી મેનેજરની બસ ગેરેજ વિભાગમાં બદલીનો મામલો ખાસ્સો ચર્ચામાં રહયો હતો.!