ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોનાના છ કેસ નોંધાયા છે. શહેરના ખેડૂતવાસ, આનંદનગર, ભરતનગર, ઘોઘાસર્કલ અને દેસાઈનગરમાંથી લેવાયેલ દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ. 6 પૈકી એક દર્દી અગાઉ પણ કોરોનામાં સપડાયેલ. જયારે ગ્રામ્ય વિસ્તારમાં વરતેજમાં કોરોનાનો એક દર્દી મળી આવ્યો હતો. બીજી બાજુ ભાવનગરમાં તંત્રએ આજે 26 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કર્યા હતા.