નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. નાડાએ તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધનું કારણ એન્ટી ડોપિંગ કોડનું ઉલ્લંઘન છે, એવું માનવામાં આવે છે કે એક ખેલાડી તરીકે તેમની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે.
બજરંગ પુનિયાના સંદર્ભમાં, ADDPએ તેના આદેશમાં કહ્યું – પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ 10.3.1 હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે, અને તેમને 4 વર્ષના સમયગાળા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા ફરી શકશે નહીં અને જો તેઓ ઇચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે અરજી કરી શકશે નહીં. પેનલે કહ્યું કે બજરંગ પર 4 વર્ષનો પ્રતિબંધ 23.04.2024થી અમલમાં આવશે.
બજરંગે શરૂઆતથી જ કહ્યું છે કે WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને કારણે, ડોપિંગ નિયંત્રણના સંબંધમાં તેમની સાથે અત્યંત પક્ષપાતી અને અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. બજરંગે એમ પણ કહ્યું હતું કે તેમણે ક્યારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ માત્ર તેમના ઈમેલ પર NADA નો જવાબ માંગ્યો હતો. જેમાં તેમણે ડિસેમ્બર 2023માં તેમના સેમ્પલ લેવા માટે એક્સપાયર્ડ કિટ કેમ મોકલવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો, ત્યાર બાદ નાડાએ પણ આ પાછળનું કારણ સમજાવ્યું હતું.. કાર્યવાહીની સમજૂતી આપતા, તેમણે કહ્યું કે ચેપરોન/ડીસીઓએ તેમનો યોગ્ય રીતે સંપર્ક કર્યો હતો અને તેમને જાણ કરી હતી કે તેમને ડોપ વિશ્લેષણ માટે પેશાબના નમૂના આપવા જરૂરી છે.