દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે, તમામ GRAP-IV પગલાં 2 ડિસેમ્બર સુધી દિલ્હીમાં અમલમાં રહેશે. જોકે, શાળાઓ માટે બનાવેલા નિયમો હળવા કરી શકાય છે.જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કહ્યું- કોર્ટ કમિશનરનો રિપોર્ટ દર્શાવે છે કે સત્તાવાળાઓ પ્રતિબંધોને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આમાં ગંભીર ભૂલો કરનારા અધિકારીઓ સામે ઝડપથી પગલાં લેવા જોઈએ.
સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને તેના અધિકારીઓને સેટેલાઇટ ડિટેક્શનથી બચવા માટે સાંજે 4 વાગ્યા પછી પરાળી સળગાવવાની સલાહ ન આપવાનો નિર્દેશ આપવાનો પણ આદેશ આપ્યો હતો. 25 નવેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે- પ્રદૂષણ ઓછું ન થાય ત્યાં સુધી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ રહેશે. તેમજ એર ક્વોલિટી કમિશનને બે દિવસમાં જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં કેટલી જલ્દી શાળાઓ ખુલશે. કેસની સુનાવણી કરતાં તેમણે કહ્યું કે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે માત્ર ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાયની ગુણવત્તામાં સુધારો થશે નહીં. આપણે સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો પડશે.