પીએમ મોદી UAE પહોંચ્યા છે. અહીં UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયને એરપોર્ટ પર પહોંચતાં જ તે પીમ મોદીને એવી રીતે ગળે મળ્યા જેમ કે ઘણા જૂના મિત્રો હોય. પીએમ મોદીનું વૈશ્વિક કદ એટલું મોટું છે કે દુનિયાભરના તમામ નેતા તેમના દીવાના બની જાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં G7 શિખર સંમેલનમાં, વૈશ્વિક પડકારોના કાયમી સમાધાનો પર બે દિવસ સુધી ચાલેલી ઉપયોગી વાર્તાઓમાં ભાગ લીધા બાદ મંગળવારે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી ખાડી દેશમાં UAE ના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન ના નિધન પર વ્યક્તિગત રૂપથી શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઇએ કે નાહયાનની લાંબી બિમારી બાદ 13 મેના રોજ નિધન થઇ ગયું હતું. તે 73 વર્ષના હતા. નાહયાન 2004થી બિરાજમાન હતા.