ઉદયપુરમાં તાલિબાની રીતે બે કટરપંથીઓએ કનૈયાલાલ નામના વ્યક્તિની છરાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી છે દિપો શર્માના સમર્થન આપવાના મામલે આ મુસ્લિમ શખ્સોએ હત્યા કરી અને તેનો વિડીયો પણ બનાવી વહેતો મૂક્યો હતો. હત્યા બાદ પરિસ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે.
રાજસ્થાનમાં ઘટના બાદ મધ્યપ્રદેશમાં લૉ એન્ડ ઑર્ડર બનાવી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો સમગ્ર દેશમાં હાલ પોલીસ અલર્ટ થઇ ચૂકી છે. પોલીસે ઉદયપુરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આખા રાજસ્થાનમાં 144 લાગૂ કરી દેવામાં આવ્યું છે. જયપુરથી 600 પોલીસકર્મી ઉદયપુર જવા રવાના થઇ ચૂક્યા છે.
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે કનૈયાલાલ હત્યાકાંડ મામલાને લઇને રાજસ્થાન સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાંપ્રદાયિક માહોલને તણાવપૂર્ણ થવાથી રોકવા માટે આખા રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક બાદ પ્રદેશના તમામ ડીવીઝનલ કમિશનરો અને જિલ્લા કલેક્ટરોને પોત-પોતાના જિલ્લાઓમાં કલમ 144 લાગૂક કરવા અને મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા તો કેટલાક જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે.
રાજસ્થાનમાં તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. રિયાઝ અને ગોસ મોહમ્મદની NIA તપાસ કરશે. ઉદયપુરની ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી. જેમાં SOG ADG અશોક રાઠોડ, ATS IG પ્રફુલ કુમાર અને એક SP અને એડિશનલ SP હશે.