આવતા મહિને વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ તેને લઈ ભારત અને અમેરિકાના રાજદ્વારીઓએ દ્વિપક્ષી મુલાકાતની તૈયારી તેજ કરી દીધી છે. બેઠકના તબક્કા શરૂ થઈ ગયા છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. રુબિયોએ કહ્યું કે અમે ભારત સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પક્ષમાં છીએ. તેમણે ભારતમાંથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની વધતી ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. નોંધનીય છે કે પદ સંભાળ્યા પછી વિદેશમંત્રી માર્કો રુબિયોની કોઈ પણ વિદેશમંત્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી.