જતીન સંઘવી
ભાવનગર શહેરમાં વરસાદની જામેલી સીઝન સાથે કોરોના કેસમાં પણ ઉછાળો આવ્યો હોય તેમ આજે એક સામટા 22 કેસ નોંધાયા છે, જયારે ગ્રામ્યમાં નવો કોઈ કેસ આવ્યો નથી.
શહેરમાં આજે 26 વર્ષના યુવાનથી લઇ 70 વર્ષના વૃધ્ધ સુધીના 22 લોકો કોરોના સંક્રમિત જાહેર થયા છે જે પૈકી 5 મહિલા દર્દી છે અને 17 પુરુષનો સમાવેશ થાય છે. શહેરના બોરડીગેટ, પ્રભુદાસ તળાવ, સાંઢીયાવાડ, કુંભારવાડા, સિદસર રોડ પર તુલસીપાર્ક, રૂપાણી, ભકતામ્બર દેરાસર પાસે, માઢિયા રોડ, ચિત્રા, સુભાષનગર, વડોદરિયા પાર્ક, મહાલક્ષ્મીનગર નિલમબાગ, સેન્ટ્રલ સોલ્ટ પાસે શાંતિહિલ ફ્લેટ, અમર સોસાયટી, હિલડ્રાંઈવ, મહેતા શેરી અને સર ટી.ની પીજી હોસ્ટેલમાં કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્ય માં આજે 3 દર્દી કોરોના મુક્ત જાહેર થયા હતા.