નુપુર શર્માને લઈને ભડકાઉ અને વિવાદિત વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં મામલે અજમેર પોલીસે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ખાદિમ સલમાન ચિશ્તીની ધરપકડ કરી લીધી છે. સલમાન ચિશ્તી સાથે તેને લઈને પૂછપરછ થઈ રહી છે. આરોપી સલમાને નૂપુર શર્માની હત્યા કરનારાઓને ઈનામ આપવાની જાહેરાત આ વીડિયો કરી હતી. આ વીડિયોમાં તે નશાની હાલતમાં હોવાનું પણ કહેવાય છે.
આ મામલાને લઈને અજમેરની દરગાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં ટીમ બનાવીને આરોપી સલમાન ચિશ્તીના ઘરની સાથે સાથે અલગ અલગ ઠેકાણા પર તેની શોધ ચાલી રહી હતી. સોમવારે મીડિયા અને પોલીસને સામેઆવીને આ વીડિયો બાદ દેશભરમાં હડકંપ મચી ગયો હતો. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી. આરોપી સલમાન ચિશ્તીને તેના જ ઘરમાંથી દબોચી લેવામાં આવ્યો છે. આ દરમિયાન અજમેરના અધિક પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, નાયબ પોલીસ અધિક્ષક સંદીપ સારસ્વત અને સ્ટેશન ઈન્ચાર્જ દલબીર સિંહ સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને વિશેષ ટીમના કર્મચારીઓ હાજર હતા.હાલમાં આરોપીની ધરપકડ કરીને પૂછપરછ થઈ રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ વીડિયો નશામાં બનાવ્યો હોવાની વાત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, સલમાન ચિશ્તી અજમેર દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. જેના પર હત્યાની સાથે જ 13થી વધારે કેસ ચાલી રહ્યા હતા. જેમાં 1માં ટ્રાયલ ચાલી રહ્યુ છે. હવે પોલીસ આરોપી સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.