બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને મોટો ઝટકો લાગ્યો છે. કહેવાય છે કે, નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે પીએમ બોરિસ જોનસની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. કહેવાય છે કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસનની ઉપર પ્રેશર વધારવા માટે તેમણે આવું કર્યું છે.
પાર્ટી ગેટ વિવાદ બાદ બ્રિટેનની સરકાર દારૂ પાર્ટીની ઘટનામાં ફસાતી દેખાઈ રહી છે. બ્રિટેનની સરકાર દારૂ પીવાની એક ઘટનાના ચક્કરમાં પોતાના નાયબ મુખ્ય સચેતકે રાજીનામું આપ્યા બાદ વધુ એક દારૂ કાંડ સામે આવી રહ્યો છે. ગત શુક્રવારે પ્રધાનમંત્રી બોરિસ જોનસન પાસે તે સાંસદને કંઝરવેટિવ પાર્ટીથી હટાવાની માગ કરી હતી.
બ્રિટેનના નાણામંત્રી ઋષિ સુનકે ટ્વિટ કરીને કહ્યું કે, જનતા સરકાર પાસે એવી આશા રાખે છે કે, સરકાર ઢંગથી ચાલે, જનતા ઈચ્છે છે કે, સરકાર સક્ષમ અને ગંભીરતાથી ચાલે. મારુ માનવું છે કે, આ મારી અંતિમ મિનિસ્ટ્રિયલ જોબ હોઈ શકે છે. પણ મારુ માનવું છે કે, આ માપદંડો લડવા લાયક છે, એટલા માટે હું રાજીનામું આપી રહ્યો છું.
સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વિટ કરીને કહ્યું કે, આ ભૂમિકામાં સેવા કરવાનો મને બહુ મોટુ સૌભાગ્ય રહ્યું છે. પણ મને અફસોસ છે કે, હવે તેને આગળ ચાલુ રાખી શકુ નહીં.