દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ તબક્કાના પરીક્ષણમાં ખરી ઉતરી છે. સેન્ટ્રલ ડ્રગ્સ લેબ કસૌલીએ પરીક્ષણમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતાને તપાસી હતી. તેમાં વીએક્સએ-જીઓવી 2 એંટરિક કોટેડ ટેબલેટને પ્રથમ તબક્કામાં સફળતાપૂર્વક પાર કરી લીધું છે. હવે તેનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આ ટેબલેટને બેંગલુરુની સિનઝિન કંપનીએ અમેરિકામાંથી આયાત કરી છે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં દવાને બજારમાં ઉતારવાનો દાવો કર્યો છે. કહેવાય છે કે, જો તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડતા જ કોરોનાના દર્દીઓે પર તેની અસર દેખાવાની શરૂ થઈ જશે અને તે થોડા દિવસમાં જ સાજો થઈ જશે.
બજારમાં આવ્યા બાદ કોરોના વેક્સિનની રસી લગાવામાંથી છૂટકારો મળી જશે અને શરીરમાં એન્ટીબોડી ફટાફટ લાગશે. સીડીએલ કસૌલીમાં ટેબલેટની ગુણવત્તા અને ક્ષમતા તપાસમાં આવી છે. જો કે, બજારમાં ઉતરતા પહેલા કોરોના ટેબલેટના પરીક્ષણને વધુ બે તબક્કામાંથી પસાર થવું પડશે. તેની સાથે જ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ પણ થશે. તેના રિપોર્ટ કંપનીને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાને આપવા પડશે. સીડીએલ કસૌલીમાં ટેબલેટનું પરીક્ષણ મેમાં શરૂ થયું હતું. જો તે દરેક પાયે સફળ થશે, તો દેશની પ્રથમ ટેબલેટ હશે. સીડીએલ કસૌલીની વેબસાઈટ પર તેની પુષ્ટિ કરવામાં આવી છે.
પ્રથમ તબક્કો પાર કર્યા બાદ બીજો તબક્કો 10 ઓગસ્ટથી શરૂ થશે. તેના માટે કંપની તરફથી પ્રક્રિયા પુરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં કંપનીએ તેના ટ્રાયલ બેચ ફરીથી સીડીએલ કસૌલીમાં પરીક્ષણ માટે મોકલશે.