ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ગઈકાલે 22 કેસ નોંધાયા બાદ આજે શહેરમાં વધુ 24 કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચાર કેસ સામે આવ્યા છે.
શહેરમાં સાત વર્ષના બાળકથી લઈને ૭૪ વર્ષના વૃદ્ધ સુધીના જુદી જુદી વયના ૨૪ લોકો કોરોનામાં સપડાયા છે જ્યારે ગ્રામ્યમાં ઘોઘામાં બે, પાલીતાણામાં એક અને કોળિયાકમાં એક મળી ચાર કેસ મળી આવ્યા છે. શહેરના આનંદનગરમાં એક જ પરિવારના 3 સભ્યો કોરોનામાં સપડાયા છે.