કેનેડીયન ફિલ્મ નિર્માત્રી લીના મણિમેકલઈનો ફિલ્મ ‘કાલી’ના પોષ્ટરના કારણે સર્જાયેલા વિવાદમાં હવે લીનાએ એક વધુ ટવીટમાં ગ્રામીણ નાટકોમાં ભગવાન શ્રી શિવ તથા માતા પાર્વતીના પાત્ર ભજવતા કલાકારોની તસ્વીર ટવીટ કરીને ફકત ‘કહી ઔર’ તેવું કેપ્શન મુકીને પોતાના ફિલ્મ પોષ્ટરને યોગ્ય ઠરાવવા કોશીશ કરી છે.
આ તસ્વીરમાં નાટકમાં શિવ-પાર્વતીનું પાત્ર ભજવતા કલાકાર છે. જેમાં મહિલા કલાકાર સિગારેટ પીવે છે અને તેની ફિલ્મના પોષ્ટરના અંગે કહ્યું કે મારા કાલી એ આદીવાસી ક્ષેત્રમાં ઉંડા મુળીયા ધરાવે છે. બીજી તરફ ટવીટરે લીનાના પોષ્ટર્સને દૂર કરી દીધું છે.