મોદી સરકારના કેબીનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા આરસીપી સિંઘે રાજયસભામાંથી તેમના કાર્યકાળની સમાપ્તી સાથે રાજીનામા આપી દીધા છે અને તેમના મંત્રાલયમાં સ્ટીલ વિભાગનો હવાલો જયોતિરાદીત્ય સિંધીયા અને લઘુમતી બાબતોનો હવાલો સ્મૃતિ ઈરાનીને સુપ્રત કરવામાં આવ્યો છે.
બીજી તરફ આગામી સમયમાં યોજાનારી ગુજરાત સહિતની ધારાસભાની ચૂંટણીઓ તથા 2024ની લોકસભા ચૂંટણીના કુલ 30 માસના એજન્ડાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર કરાશે અને તેમાં જે રાજયો ચૂંટણીમા જઈ રહ્યા છે તેમનું પ્રતિનિધિત્વ વધશે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપે ફરી સતા કબ્જે કરી છે અને આથી શિવસેનાના સાંસદોમાં અનેક બાગી બને તેવી તૈયારી છે અને તેઓને કેન્દ્રીય કેબીનેટમાં સમાવાશે તેવા સંકેત છે. ઉપરાંત આગામી સમયમાં કેટલાક રાજયોમાં ભાજપ નેતૃત્વ પરિવર્તન કરી શકે છે તે જોતા સીનીયર નેતાઓને કેન્દ્રીય કેબીનેટમાં મોકલાશે.