બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 40 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે PMને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.સુત્રોના અહેવાલ મુજબ , બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે વડાપ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું છે.