Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું માફી નહીં માંગુ, કોમેડિયન કુણાલે કહ્યું : રાજકારણીઓની મજાક ઉડાવવી એ કંઇ ખોટું નથી

હું મારા ઘરમાં સંતાઈને આ ઘટનાના શાંત થવાની રાહ જોઈશ નહીં

dharmendravaghela by dharmendravaghela
2025-03-25 11:37:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર બનાવેલા પેરોડી ગીતના વિવાદ પર કોમેડિયન કુણાલ કામરાની પહેલી પ્રતિક્રિયા આવી. સોમવારે મોડી રાત્રે કુણાલે સોશિયલ મીડિયા પર એક નિવેદન આપ્યું. કૃણાલે કહ્યું કે, હું માફી નહીં માંગુ, મેં જે કહ્યું કે બિલકુલ સત્ય છે. આ કંઇક એવું છે જે અજિત પવાર (ફર્સ્ટ ડેપ્યુટી સીએમ)એ એકનાથ શિંદે (સેકન્ડ ડેપ્યુટી સીએમ) વિશે કહ્યું હતું.કામરાએ આગળ કહ્યું- હું આ ભીડથી ગભરાતો નથી અને હું મારા ઘરમાં સંતાઈને આ ઘટનાના શાંત થવાની રાહ જોઈશ નહીં.
23 માર્ચે કામરાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક પેરોડી ગીત ગાઈ રહ્યો છે. તેની પહેલી પંક્તિ છે ‘થાણેની રિક્ષા, ચહેરા પર દાઢી, આંખો પર ચશ્મા…’ કુણાલે તેને ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીતની ધૂન પર ગાયું હતું. જેના પર વિવાદ થયો હતો. ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. આ ઉપરાંત તે રિક્ષા (ઓટોરિક્ષા) ચલાવતો અને થાણેનો હોવાનો ઉલ્લેખ છે. શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ 24 માર્ચે FIR નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે વિધાનસભામાં જણાવ્યું હતું કે કોમેડિયન કુણાલ કામરાના કોલ રેકોર્ડિંગ, સીડીઆર અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. આની પાછળ કોણ છે તે આપણે શોધીશું. અહીં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ટીમે યુનિકોન્ટિનેન્ટલ હોટેલ સામે કાર્યવાહી કરી. શિવસેના (શિંદે) ના કાર્યકરોએ આ પેરોડીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વાંધાજનક ટિપ્પણી ગણાવી અને રવિવારે રાત્રે યુનિકોન્ટિનેન્ટલ હોટેલમાં તોડફોડ કરી. કુલ 40 શિવસૈનિકો સામે FIR દાખલ કરવામાં આવી હતી.

Tags: kunal kamraMaharashtrano apology
Previous Post

ભાવનગર ખાતે દિવ્યાંગો દ્વારા અંત્યોદય અન્ન યોજનાના કાર્ડ બાબતે આવેદનપત્ર

Next Post

સૈનિકોથી ભરેલા વાહન પર IED બ્લાસ્ટ : 2 સૈનિકો ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
સૈનિકોથી ભરેલા વાહન પર IED બ્લાસ્ટ : 2 સૈનિકો ઘાયલ

સૈનિકોથી ભરેલા વાહન પર IED બ્લાસ્ટ : 2 સૈનિકો ઘાયલ

બરેલીમાં ગેસ ડેપોમાં આગ : 3 મિનિટમાં 400 સિલિન્ડર બ્લાસ્ટ

બરેલીમાં ગેસ ડેપોમાં આગ : 3 મિનિટમાં 400 સિલિન્ડર બ્લાસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.