ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે અને ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નાગરિકોએ શું પગલાં લેવાં તે માટેની સૂચનાઓ બહાર પાડી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને રેડ એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે.
૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર
◆ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું.
◆ સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી.
◆ વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવારનવાર ન કરવી.
◆ નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી.
◆ પાકા મકાનમાં વાળા મકાનમાં રહેણાંક માં રહેવો.
◆ વાડી વિસ્તાર કરતાં ગ્રામીણ, શહેર વિસ્તારમાં રહેણાંક કરવો.
◆પશુને બાંધી રાખવાં નહીં.
◆ વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો.
◆ સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી.
◆ કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.
◆ હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી.
◆ વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા રસ્તાઓમાં અવરજવર ન કરવી.
◆ વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું.
◆ ડેમ, નદી, કે દરિયા કિનારે ફરવા ન જવું.
◆ નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું.
◆ આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી.
◆ ખોટી અફવાઓ ને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું.