નરેન્દ્ર ચુડાસમા, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સામે આજે ગોહિલવાડ પંથકમાં હળવા-ભારે ઝાપટાથી લઈને પોણો ઈચ વરસાદ પડયો હતો ્
દિવસ દરમ્યાન આજે સવારથી સર્વત્ર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. આજે રવિવારે સવારે ૬ વાગ્યાથી લઈને સાજે ૬ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં ૧૮મી.મી., ઘોઘામાં ૧૫ મી.મી., મહુવામા ૧૧ મી.મી્, સિહોરમાં ૭ મી.મી., પાલીતાણામા ૫ મી.મી., જેસરમા ૪ મી.મી, તેમજ તળાજા અને ઉમરાળા પંથકમાં ૨-૨ મી.મી. વરસાદ નોધાયો હતો.