સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા 190 બાળકોને સન્માન સહ ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું. સ્મોલ વન્ડર પ્લે સ્કૂલ દ્વારા હાથ ધરાયેલ આ સેવા કાર્યના પ્રથમ પ્રોજેક્ટરરૂપે બાળકોને શિક્ષણ આપવાનું સુંદર કાર્ય કરતા પ્રજ્ઞાબેન ગાંધીની બાલવાડીના 190 બાળકોને સ્કૂલ શૂઝ, સોક્સ, ટિફિન બોક્સ, વોટર બોટલ, કંપાસ, સ્ટેશનરી સહિતની કીટ મહારાણી સંયુક્તાદેવીની વિશેષ ઉપસ્થિતિમાં આપવામાં આવી.
આ પ્રસંગે શિલ્પા દુલેરા, મોના ભટ્ટ, ગીતા કામદાર, પ્રજ્ઞાબેન ગાંધી, હર્ષા રામૈયાએ ખાસ હાજરી આપી હતી. શ્રીજી રેસ્ટોરન્ટ ane અમરજ્યોતિ સ્કૂલ દ્વારા બાળકોને લાવવા લઈ જવા વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા વંચિતો સુધી સાધન સુવિધા પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરનાર સ્મોલ વન્ડર્સના હર્ષા રામૈયા અને ટીમના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જેહમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા ડોનેશન ડ્રાઈવનો આ પ્રથમ પ્રોજેક્ટ હતો અને દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ અનુદાન યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું હતું.