Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે ; ટ્રમ્પનો દાવો

1800ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 12:01:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પે 1800 ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે.
આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો કે 1880ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. 1913માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી 1931-32માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જોકે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.
આવક વિશે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ મારા કાર્યકાળ દરમિયાન દરરોજ બે થી ત્રણ અબજ ડૉલરની કમાણી કરી હતી. અગાઉ ક્યારેય આટલી આવક થઇ નહોતી. આ સેંકડો અબજ ડૉલર વાર્ષિકની વાત છે. હાલમાં મેં આ આવકને અટકાવી દીધી છે કેમ કે આ એક ટ્રાન્ઝિશન છે. થોડીક તો ફ્લેક્સિબિલિટી બતાવવી પડશે.

Tags: no income taxtrumpUSA
Previous Post

કોંગ્રેસે જ ED બનાવી, આજે તેઓ જ મુશ્કેલીમાં મુકાયા : અખિલેશ યાદવ

Next Post

Tronscan: The Definitive Tool for Blockchain Analysis

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post

Tronscan: The Definitive Tool for Blockchain Analysis

ઘોઘા તાલુકાના રાજપરા – ખારા ગામના યુવાનની પ્રેમ પ્રકરણ મામલે હત્યા

ઘોઘા તાલુકાના રાજપરા - ખારા ગામના યુવાનની પ્રેમ પ્રકરણ મામલે હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.