Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એકસાથે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દેશમાં પ્રથમ ઘટના

52 વર્ષીય મહિલા બ્રેઇનડેડ જાહેર થતાં અંગોના દાનથી 7 લોકોને નવજીવન

dharmendravaghela by dharmendravaghela
2025-04-26 11:41:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એકસાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે. સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ વ્યક્તિના 7 અંગોને એક દિવસે એકસાથે 7 વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. 52 વર્ષીય મહિલા બ્રેઈન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી.
સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલા રતનજી નગરમાં 52 વર્ષીય પન્નાબેન ભરતભાઈ શિંગાળા પરિવાર સાથે રહેતા હતા. પતિ ભરતભાઈ હીરા મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે. તા.11/04/2025ના રોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને રાત્રી સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનભાઈ નજીકના દવાખાને લઇ જતાં તપાસ કરતા ત્યાના ડોકટરે બ્લડ પ્રેશર વધારે હોઈ એવું જણાવી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાનું કીધું. ત્યાંના ડોક્ટરે મગજના રિપોર્ટ કરાવતા દર્દીને મગજમાં હેમરેજ હોવાથી ઓપરેશન કરવું પડે તે માટે તેઓએ તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતાં. ત્યાં દર્દીને ઈમરજન્સીમાં રાત્રે 2 વાગ્યે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે ICUમાં રાખવામાં આવ્યા હતા.
લાંબી સારવાર બાદ અચાનક 21 એપ્રિલના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરતા મગજ પર સોજો વધી ગયો હોવાથી અને દર્દીના તબિયતમાં સુધારો થઇ શકે એમ ના હોવાથી બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ કિરણ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલા પન્નાબેનના પરિવારના સભ્યો સાથે મળ્યા હતા. પન્નાબેનના પતિ ભરતભાઈ અને તેમના દિયર ધીરેનભાઈ વારંવાર સોશિયલ મીડિયા અને અખબાર પત્રમાં અંગદાન વિષે જોતા અને વાંચતા હતા. મારા ઘરે જ્યારે એક દીપક ઓલવાઈ ગયો ,છે પરંતુ અંગદાન કરી હું બીજા ઘરના અનેક દીપકને પ્રજ્વલિત કરીશ અને અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોય એ વિશેષ મહત્ત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વૈચ્છિક રીતે અંગદાન કરવા માટેની તૈયારી બતાવી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.
23 એપ્રિલના રોજ સુરતના 52 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેનના અંગોના દાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું હતું, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું, હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું, આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું.

Tags: seven organ transplantsurat
Previous Post

સરકારે સુરક્ષામાં ભૂલ સ્વીકાર્યા પછી હવે જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક વહીવટી અધિકારીઓ શંકાના ઘેરામાં

Next Post

આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક

આતંકી હુમલા બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધુ કડક

ભાવનગરમાં નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન

ભાવનગરમાં નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.