ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ આજે જીએસટીની ટીમ સર્ચ ઓપરેશન માટે દોડી આવી હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે જીએસટી અધિકારીઓની ટીમ શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટ ખાતે દરોડા માટે ગઈ હતી અહીં આ કાર્યવાહી દરમિયાન ઘર્ષણ પણ સર્જાયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા નથી.