ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં. ત્યારબાદ નાના આંચકામાં તો કચ્છમાં સામાન્ય બની ગયા છે. હાલ એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમાણા ઘણ ઘણ કરી ધરા ધ્રૂજતા કચ્છવાસીમાં ચિંતાના વાદળ છવાયા છે. કચ્છમાં બુધવારે મોડી સાંજે રિકટેર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. લખપતથી 51 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગ તરફથી જાણવા મળ્યું છે.